રાજુલાના વિખ્યાત પથ્થર ઉદ્યોગમા કારીગરો કઇ રીતે કામ કરે છે અને પથ્થરોને જુદાજુદા આકાર આપી કઇ રીતે ઘડે છે ? તેની જાણકારી મેળવવા અહીની કોલેજની છાત્રાઓએ જાત મુલાકાત લીધી હતી. રાજુલાની એચ.ડી.સંઘવી મહિલા કોલેજની છાત્રાઓએ આજે રાજુલાની ઐતિહાસિક પથ્થરની ખાણોની મુલાકાત લીધી હતી. પ્રાધ્યાપક જયશ્રીબેન જાનીના માર્ગદર્શન નીચે આ છાત્રાઓએ દરેક ખાણની રૂબરૂ મુલાકાત લીધી હતી.
અહીના વિખ્યાત પથ્થર ઉદ્યોગ અંગે જીણવટભરી માહિતી મેળવી હતી. આ છાત્રાઓએ જીતુભાઇ કાતરીયા અને માધવજીભાઇ સરવૈયાની માલિકીની ખાણોમા જઇ માર્ગદર્શન મેળવ્યું હતુ.અહીના પથ્થરની ઉપયોગીતા અને તે કયાં નિકાસ થાય છે ? તે ઉપરાંત પથ્થર તરાશવાનુ કામ કરતા મજુરો અંગે પણ જાણકારી મેળવી હતી. પ્રા.જાગૃતિબેન તેરૈયા, નેહાબેન દરજી, પ્રિન્સીપાલ ડો.રીટાબેન રાવલ, કેમ્પસ ડાયરેકટર ડો.જીજ્ઞેશભાઇ વાજા, બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, રવિભાઇ વ્યાસ વિગેરેએ છાત્રાઓને પ્રશ્નાવલી રજુ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.