જાફરાબાદ તાલુકાના શેલણા, હેમાળ, માણસા, દુધાળા વિગેરે ગામના ખેડૂતોએ ધારાસભ્ય હિરાભાઇ સોલંકી તેમજ ટીંબી યાર્ડના પ્રમુખ ચેતનભાઇ શિયાળને કરેલી રજુઆતમા જણાવાયું હતુ કે ટીંબી યાર્ડમા તમામ સુવિધાઓ છે ત્યારે અહી ચણા ખરીદી કેન્દ્ર શરૂ કરવામા આવે તે જરૂરી છે. આ વિસ્તારના 40 જેટલા ગામના ખેડૂતોને છેક ઉના અને રાજુલા સુધી ચણા વેચાણ માટે જવુ પડી રહ્યું છે.આ વિસ્તારમા ખેડૂતોએ ચણાનુ મબલખ વાવેતર કર્યુ હતુ. ત્યારે તાત્કાલિક ટીંબી યાર્ડમા ચણા ખરીદી કેન્દ્ર શરૂ કરવામા આવે તેવી ખેડૂતોએ માંગણી કરી છે. આમ, અહીં યાર્ડ શરૂ કરાઇ તો લોકોને પડતી હાલાકી દૂર થાય.
તો બીજી તરફ લાઠી માર્કેટીંગયાર્ડમા પણ ટેકાના ભાવે ચણા ખરીદી શરૂ કરવામા આવે તે અંગે યાર્ડના પ્રમુખ દ્વારા કૃષિમંત્રીને રજુઆત કરવામા આવી છે. યાર્ડના પ્રમુખ દ્વારા કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલને કરાયેલી રજુઆતમા જણાવાયુ હતુ કે લાઠી યાર્ડમા છેલ્લા ત્રણ વર્ષથી ટેકાના ભાવે ચણા, મગફળી, તુવેર વિગેરે ખરીદી કેન્દ્ર દ્વારા ચાલતી હતી. ચાલુ વર્ષ દરમિયાન સરકારના ટેકાના ભાવે ખરીદી આકસ્મિક સંજોગોમા કેન્દ્ર રદ કરી લીલીયા તાલુકામા ફાળવાયુ છે. લાઠી યાર્ડ તાલુકા કક્ષાનુ હોય અને સ્થાનિક કક્ષાએ તમામ પ્રકારની પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ છે જેથી અગાઉના વર્ષોમા ટેકાના ભાવે ખરીદ કેન્દ્ર ચાલુ હતુ. અને સ્થાનિક યાર્ડમા ખેત જણસ સંગ્રહ માટે વેરહાઉસ ગોડાઉનની સુવિધા ઉપલબ્ધ હોવાથી સરકારને વાહન ભાડાની બચત થાય તેથી હાલમા અહી ખરીદ કેન્દ્ર શરૂ કરવા માંગ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.