આયોજન:માંડળ ગામે રાત્રી ગ્રામસભામાં લોકોના સ્થળ પર પ્રશ્નોનું નિરાકરણ

રાજુલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અન્ય ગામોમા પણ તબકકાવાર રાત્રીસભા યોજવાનું આયોજન
  • રાત્રીસભામાં રસ્તા,ગટર,સ્મશાન અને દબાણના મુખ્ય પ્રશ્નો રજુ કરાયા :બહોળી સંખ્યામા ગ્રામજનો જોડાયા

ગામ લોકોના પ્રશ્નોને વાચા આપવા અને સ્થળ પર જ નિકાલ કરવાના હેતુ સાથે અમરેલી જીલ્લા વિકાસ અધિકારી દિનેશ રમેશ ગુરવના માર્ગદર્શન હેઠળ તાલુકા વિકાસ અધિકારી હિતેશ પરમાર દ્વારા યોજાયેલ રાત્રીસભામાં ગ્રામજનોને પડતી મુશ્કેલીઓ કે રજુઆતોનુ સ્થળ ઉપર જ નિરાકરણ કરવામા આવેલ જ્યારે બાકીના જૂજ પ્રશ્નો નીતિ વિષયક હોવાથી તેનુ ફોલોઅપ લેવામાં આવેલ હતુ.જેમા રોડ રસ્તા,ગટર,સ્મશાન અને દબાણના મુખ્ય પ્રશ્નો સામેલ હતા.

આ સભામાં ઉપસ્થિત તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરીયા દ્વારા લોકોના આરોગ્યને સુખાકારીરૂપ આયુષ્યમાન ભારત કાર્ડ,માતા અને બાળ આરોગ્ય સેવાઓ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા બહેનોને મળતી સહાય વિશે હાજર ગામ લોકોને વાફેક કરેલ જેથી ગામને આરોગ્યની દ્રષ્ટિએ સમૃદ્ધ કરી શકાય.

હાલની સરકારની પ્રજાલક્ષી વિવિધ અને લોક ઉપયોગી લાભદાયી યોજનાઓથી અવગત કરવામાં આવતા આજની રાત્રીસભાથી લોકો ખુશ થયા હતા શરૂ કરાયેલ રાત્રી સભાની પહેલને રાજુલા તાલુકામા સર્વત્ર આવકાર મળી રહ્યો છે. ઈશ્રમમા 100 ટકા નોંધણી કરવા ખાસ અનુરોધ સાથે આગામી સમયમા અન્ય ગામોમા પણ અનુકૂળતા પ્રમાણે રાત્રીસભા યોજવામા આવનાર આયોજન કરવામાં આવી રહયુ઼ છે.

અન્ય સમાચારો પણ છે...