તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વર્ક ઓર્ડર:રાજુલા- જાફરાબાદ તાલુકામાં સ્ટ્રીટ લાઇટના કામ માટે વર્ક ઓર્ડર અપાયા, આગેવાનો અને સરપંચોની રજુઆત બાદ આખરે તંત્ર જાગ્યું

રાજુલા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજુલા જાફરાબાદ તાલુકામા પંચાયતની સ્ટ્રીટ લાઇના કામો માટે અધિકારીઓ દ્વારા વર્ક ઓર્ડર આપવામા આવતા ન હોય આ પ્રશ્ને આગેવાનો દ્વારા રજુઆત કરવામા આવી હતી. જો કે આખરે વહિવટી તંત્ર દ્વારા સ્ટ્રીટ લાઇટના કામો માટે વર્ક ઓર્ડર આપી દેવાતા સરપંચો સહિત લોકોએ રાહત અનુભવી છે.

રાજુલા જાફરાબાદ તાલુકામા ગ્રામ્ય વિસ્તારોમા સ્ટ્રીટ લાઇટના કામો મંજુર થયા હતા.જો કે તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા કોઇ કારણોસર વર્ક ઓર્ડર આપવામા આવતા ન હોય આ પ્રશ્ને ટીંબી યાર્ડના ચેરમેન ચેતનભાઇ શિયાળ સહિત આગેવાનો દ્વારા રજુઆત કરવામા આવી હતી. રાજુલા જાફરાબાદ તાલુકા પંચાયતમા સરકાર દ્વારા એટીવીટી દ્વારા સ્ટ્રીટ લાઇટ મંજુર કરવામા આવી હતી.

જો કે અધિકારીઓ દ્વારા આ બાબતે આગળની કોઇ કાર્યવાહી કરવામા ન આવતા તહેવાર ટાણે અંધારપટ જેવી સ્થિતિ જોવા મળી રહી હતી. ગઇકાલે ચાંચબંદર, ખેરા, આગરીયા, સરોવડા તેમજ અન્ય ગ્રામ પંચાયતોના વર્ક ઓર્ડર સરપંચોને આપી દેવામા આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો