તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોષ:રાજુલા, જાફરાબાદ તાલુકાના સાત ગામડાઓ એસટી વિહોણા

રાજુલા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાજુલા ખાંભા નાઈટ બસ શરૂ નહીં થાય તો થશે આંદોલન

રાજુલા તાલુકાના બારપટોળી, સરોવરડા, કોળી કંથારીયા, ખાલસા કંથારિયા, ત્રાકુડા, સોતરા થઈ રાજુલા ખાંભા નાઈટ એસટી જતી હતી રાજુલા એસટી ડેપોની બસો મુસાફરો માટે અને મજૂરો માટે આશીર્વાદરૂપ હતી. આવક પણ સારી હતી રાજુલાના સ્થાનિક અધિકારીઓ દ્વારા કિન્નાખોરી રાખી રાજુલા ખાંભા નાઈટ એસટી બસ શરૂ કરવામાં ન આવતા 7 જેટલા ગામડાઓ એસ ટી વિહોણા થઈ ગયા છે.

અંગે પૂર્વ ધારાસભ્ય હિરાભાઇ સોલંકીને સરપંચો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે રાજુલાના ડેપો મેનેજર ઇરાદાપૂર્વક રાજુલા ખાંભા બસ શરૂ કરતા નથી અને મુસાફરો ત્રાહિમામ પોકારી ગયા છે અવાર નવાર રાજુલા ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવેલ છે પરંતુ અપુરતી બસ અને સ્ટાફ નથી તેવા જવાબ મળે છે આજની તારીખે પણ બસ શરૂ કરી નથી જેના કારણે સરપંચોમાં રોષ ફેલાયો હતો.

આ ગ્રામ્ય વિસ્તારોમાં એક પણ ખાનગી વાહન જતું નથી અને રાજુલા ડેપો મેનેજર દ્વારા તમામ ગ્રામ્ય વિસ્તારના રૂટ શરૂ કરી દીધા છે પરંતુ રાજુલા ખાંભા નાઈટ એસ.ટી ન કરતા આ અંગે સરપંચ દ્વારા દસ દિવસમાં રાજુલા ખાંભા નાઈટ બસ શરૂ નહીં થાય તો એસટી ડેપો રાજુલા સામે આંદોલન કરવાનું જણાવ્યું હતું હાલ ગામડાઓ એસટી વિહોણા છે.

અન્ય સમાચારો પણ છે...