મેઘમહેર:રાજુલા ધાતરવડી-1 ડેમ 92 ટકા ભરાયાે, તંત્ર દ્વારા અપાયું એલર્ટ

રાજુલા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધાતરવડી ડેમ 92 ટકા ભરાયો, ગમે ત્યારે ઓવરફલો થવાની શક્યતા. - Divya Bhaskar
ધાતરવડી ડેમ 92 ટકા ભરાયો, ગમે ત્યારે ઓવરફલો થવાની શક્યતા.
  • નીચાણવાળા ધારેશ્વર, જુની-નવી માંડરડી, ઝાપાેદર સહિત ગામાેને સાવચેત રહેવા તંત્રની સુચના

રાજુલા જાફરાબાદ પંથકમા મેઘરાજાએ મહેર કરી છે. જેને પગલે અહી આવેલ જીવાદાેરી સમાન ધાતરવડી-1 ડેમ 92 ટકા ભરાઇ ગયાે છે. હવે આ ડેમ ગમે ત્યારે ઓવરફલાે થવાની નજીકમા હાેય તંત્ર દ્વારા નીચાણવાળા ધારેશ્વર, જુની નવી માંડરડી, ઝાપાેદર સહિત ગામાેને એલર્ટ રહેવા સુચના આપી છે. હાલમા તો આ ડેમ 92% સુધી ભરાઇ ગયાે છે. જેના કારણે તંત્ર દ્વારા એલર્ટ આપી દેવાયુ છે. ડેમ ઓવરફ્લો થાય તો સૌથી પહેલા નજીકના ગામો ધારેશ્વર, જૂની નવી માંડરડી,જાપોદર જેવા આસપાસના ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરી દેવાયા છે.

સાથે સાથે હવે ગણતરીની કલાકોમા ગમે ત્યારે ઓવરફ્લો થવાની તૈયારી છે. જેના કારણે આસપાસના લોકો અને શહેરીજનોમા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ડેમ ભરાઇ ગયાના સમાચાર મળતા ધારાસભ્ય અંબરીશ ડેર, હિતેષભાઈ જોશી,જયદીપભાઈ સહિત કેટલાક યુવાનોએ ધાતરવડી ડેમની મુલાકાત લીધી હતી. ધારાસભ્ય અંબરીશ ડેરએ જણાવ્યુ હતુ કે કુદરતની કૃપાથી આ ડેમ આખો ભરાઈ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...