માંગણી:રાજુલામાં યાર્ડ સર્કલ પર રહેલા ખાડાથી રાહદારીઓ પરેશાન

રાજુલા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તંત્ર તાકીદે ખાડા બુરે તેવી વાહન ચાલકોની માંગણી

રાજુલામાં યાર્ડ સર્કલ પાસે રસ્તા પર સમમોટા ખાડાઓ પડી ગયા છે. જેના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. તેમ છતાં તંત્ર અહી સર્કલ વચ્ચે રહેલા ખાડાનું સમારકામ કરતું નથી. રસ્તા રીપેરીંગ કરવા લોક માંગ ઉઠી છે.રાજુલામાં દિવસે દિવસે રસ્તાઓની સ્થિતિ કથળી રહી છે. નેશનલ હાઈવે હોય કે સ્ટેટ હાઈવે તથા શહેરી વિસ્તારમાં રસ્તાઓ પર મસમોટા ખાડા પડી ગયા છે. ભાવનગર – સોમનાથ હાઈવે તો પહેલેથી જ બિસ્માર છે. પણ હવે રાજુલાના યાર્ડ સર્કલ પાસે મસમોટા ખાડાઓ પડી ગયા છે.

આ સર્કલ પાસે રાજકીય નેતાઓની ઓફિસ પણ આવેલી છે. તેમ છતાં હજુ સુધી તંત્રએ ખાડાઓ પુરવાની તસ્દી લીધી નથી. જેના કારણે વાહન ચાલકોને પરેશાન થવાનો વારો આવ્યો છે. તંત્રએ અન્ય રસ્તાઓ પર ખાડાઓ પુરવાની કામગીરી કરી છે. પણ યાર્ડ સર્કલ ભુલાઇ ગયુ છે. જેના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય લાગી રહ્યો છે. ત્યારે તંત્ર અહી ખાડાઓ પુરે તેવી લોક માંગણી ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...