વીજ તંત્રના દરોડા:275 ક્નેકશનમાંથી 60 માં ગેરરીતિ બહાર આવી

રાજુલા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજુલા અને ગ્રામ્ય વિસ્તારમાં વીજ તંત્રના દરોડા
  • 14 લાખનો દંડ ફટકારાયો: 18 ટીમે ઓપરેશન હાથ ધર્યું

રાજુલા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમા વિજ ચોરી થતી હોવાની ફરિયાદો ઉઠતા આજરોજ વિજ કંપનીની 18 ટીમો અહી ત્રાટકી હતી અને રહેણાંક અને કોમર્શિયલ વિજ મીટરોનુ ચેકીંગ કરાયુ હતુ. અહી 275 વિજ કનેકશન ચેક કરાતા 60 કનેકશનમા ગેરરીતિ જણાઇ આવતા 14 લાખનો દંડ ફટકારાયો હતો.

રાજુલા શહેર તેમજ આસપાસના દસેક જેટલા ગામડાઓમા આજે સવારથી જ વિજ કંપનીની 18 ટીમો પોલીસ બંદોબસ્ત સાથે રહેણાંક અને ઔદ્યોગિક એકમોમા વિજ ચેકીંગ હાથ ધર્યુ હતુ. સાવરકુંડલા વિજ કચેરીના નાયબ કાર્યપાલક ઇજનેરના માર્ગદર્શન હેઠળ ઘનિષ્ઠ ચેકીંગ હાથ ધરાયુ હતુ. શહેરી અને ગ્રામ્ય વિસ્તારમા મળી કુલ 275 વિજ મીટરોનુ ચેકીંગ કરાયુ હતુ. જે પૈકી 60 વિજ મીટરોમા ગેરરીતિ જણાઇ આવી હતી. વિજ કંપનીએ અહી કુલ 14 લાખનો દંડ ફટકાર્યો હતો.વિજ કંપનીની જુદીજુદી 18 ટીમોએ રાજુલા શહેરમા સવારથી જ ચેકીંગની કામગીરી હાથ ધરી હતી. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત સાથે વિજ ચેકીંગ કરાયુ હતુ. જેના કારણે વિજ ચોરી કરતા તત્વોમા ફફડાટ ફેલાયો હતો.

વહેલી સવારથી ચેકીંગ હાથ ધરાયંુ
રાજુલા પંથકમા વિજ ચોરી થતી હોવાની ફરિયાદ ઉઠી હોય વિજ કંપની દ્વારા આ વિસ્તારમા વહેલી સવારે પાંચ વાગ્યાથી લઇ આઠ વાગ્યા સુધી અહી ચેકીંગની કામગીરી હાથ ધરવામા આવી હતી. જેને પગલે અનેક સ્થળે વિજ ચોરી ઝડપી લેવામા વિજ તંત્રને સફળતા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...