તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના કાળ:જાફરાબાદના લુણસાપુરમાં નાગપંચમીનો મેળો રદ કરાયો

રાજુલાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના વધતા કેસને ધ્યાને રાખી નિર્ણય
  • આયોજક કમિટીની બેઠક યોજાઇ હતી

જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામે દર નાગપંચમીના દિવસે ભરાતા મેળાને કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી આયોજક કમિટીએ મોકૂક રાખવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં કોરોના વાયરસની મહામારીથી સૌ કોઈ લડી રહ્યા છે. અમરેલી જિલ્લામાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. અનેક જગ્યા પર કોરોનાને ધ્યાને રાખી શ્રાવણ માસ અને ભાદરવામાં થતી ઉજવણી અને મેળાઓ આયોજકોએ બંધ રાખવાનો નિર્ણય લઈ લીધો છે. ત્યારે જાફરાબાદના લુણસાપુર ખાતે નાગદેવતાના મંદિર ખાતે દર નાગપંચમીના મેળાનું આયોજન કરવામાં આવતું હતું. જ્યારે આ વર્ષે કોરોનાની મહામારીને ધ્યાને રાખી નાગપંચમીના મેળો યોજવા બાબતે આયોજકોની બેઠક મળી હતી. જેમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે લુણસાપુરમાં નાગપંચમીનો મેળો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છેકે, જિલ્લામાં કોરોનાના વધતા જતાં કેસથી તંત્ર એ ઠોંસ પગલા ભરવા પડશે.

અન્ય સમાચારો પણ છે...