રાજુલાના વોર્ડ નંબર 6માં સફાઈ થતી નથી જેના કારણે સ્થાનિક લોકો પરેશાન બન્યા છે ત્યારે રાજકીય કિનાખોરી બંધ કરવા અને સફાઈ સહિતના વિવિધ પ્રશ્નો હલ કરવા શહેર કોંગ્રેસ પ્રમુખ અને પાલિકા પૂર્વ પ્રમુખે ચિફ ઓફિસરને રજૂઆત કરી હતી.
રાજુલા શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ જોષી અને પૂર્વ પાલિકા પ્રમુખ ઘનશ્યામભાઈ લાખણોત્રાએ રજૂઆતમાં જણાવ્યું હતું કે વોર્ડ નંબર 6માં રાજકીય કિનાખોરીના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે અહી છેલ્લા 15 દિવસથી સફાઈ થઈ નથી. છતડીયા રોડ પર એસટી વર્કશોપ સુધી સ્ટ્રીટ લાઈટ બંધ છે. અત્યાર સુધીમાં સ્ટ્રીટ લાઈટ રીપેરીંગ કરાઈ નથી.
બીજી તરફ છેલ્લા 10 દિવસથી અહીના વિસ્તારમાં પીવાનું પાણી વિતરણ કરાયું નથી. પીવા માટે પાણી ન મળતા મહિલાઓને હાડમારી વેઠવી પડે છે. વોર્ડ નંબર 6માં વિવિધ પ્રશ્નનનો તાત્કાલીક નિકાલ કરવા ચિફ ઓફિસર સમક્ષ માંગણી કરી હતી.
ઉપરાંત માંગણી સ્વીકારવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.