કોંગ્રેસની આંતરીક ખેંચતાણ:રાજુલા પાલિકામાં 4 વર્ષમાં છઠ્ઠા પ્રમુખે હોદ્દો છોડયો

રાજુલા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસની આંતરીક ખેંચતાણમાં સાતમાં પ્રમુખ

રાજુલા નગરપાલિકામા શહેરના લોકોએ કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી આપી હતી પરંતુ કોંગ્રેસની આંતરીક ખેંચતાણ અહી કોઇને પ્રમુખ પદે ટકવા દેતી નથી. સવા વર્ષ પહેલા પ્રમુખ બનેલા ઘનશ્યામભાઇ લાખણોત્રાએ બુધવારે પોતાને દુબઇ જવાનુ હોવાનુ બહાનુ આપી રાજીનામુ ધરી દીધુ હતુ. આમ ચાર જ વર્ષના ટુંકાગાળામા હવે સાતમા પ્રમુખ આવશે.

રાજુલા નગરપાલિકામા પાછલા ચાર વર્ષથી એવો સીલસીલો ચાલી રહયો છે કે પ્રમુખ પદ પર કોઇ લાંબુ ટકતુ નથી. જો કે આના માટે કોંગ્રેસની આંતરીક ખેંચતાણ સૌથી મહત્વનુ પરિબળ છે. નગરપાલિકામા પાછલી ચૂંટણીમા શહેરના લોકોએ કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...