તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:રાજુલા તાલુકામાં 880 ખેડૂતો માટે ગોડાઉન મંજુર કરાયા

રાજુલા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રધાનમંત્રી ફસલ યોજના હેઠળ લાભ મળતા ખેડૂતોમાં આનંદ

રાજુલા તાલુકામાં 880 ખેડૂતોને પ્રધાનમંત્રી ફસલ યોજના હેઠળ ગોડાઉન મંજુર કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં ખેડૂતો આ ગોડાઉનમાં પોતાના લણેલા પાકને વરસાદથી બચાવવા માટે સંગ્રહ કરશે.રાજ્યમાં ખેડૂતોના તૈયાર પાકને કુદરતી આફતથી બચાવવા માટે પ્રધાનમંત્રી ફસલ યોજના જાહેર કરવામાં આવી હતી. જેના પગલે આ યોજના અંતર્ગત રાજુલા તાલુકાના ખેડૂતોને વધુમાં વધુ લાભ આપવા માટે પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી, માર્કેટીંગ યાર્ડના ચેરમેન જીગ્નેશભાઈ પટેલ અને તાલુકા પંચાયતના પદાધિકારીઓએ સરકારને રજૂઆત કરી હતી. રાજુલા તાલુકામાં આગેવાનોની રજૂઆતને ધ્યાને રાખીને સરકાર દ્વારા 880 ખેડૂતોના ગોડાઉન મંજૂર કરવામાં આવ્યા હતા. જેના પગલે જગત તાતમાં ખુશીની લાગણી પ્રસરી હતી. આગામી દિવસોમાં ખેડૂતો વરસાદ અને કુદરતી આફતથી પાકને રક્ષણ આપવા માટે ગોડાઉનમાં જણસનો સંગ્રહ કરશે.

અન્ય સમાચારો પણ છે...