તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:રાજુલા તાલુકામાં મગફળી ખરીદી કેન્દ્ર શરૂ કરવા માંગ

રાજુલાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજુલા તાલુકામાં ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર શરૂ કરવા માટે માર્કેટીંગ યાર્ડના ચેરમેને કૃષિ મંત્રીને રજૂઆત કરી હતી. લીલા દુષ્કાળમાં ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. ત્યારે તાત્કાલિકપણે મગફળી ખરીદી કેન્દ્ર શરૂ થાય તેવી માંગ કરી છે. રાજુલા માર્કેટીંગ યાર્ડના ચેરમેન જીજ્ઞેશભાઈ પટેલએ જણાવ્યું હતું કે, રાજુલા તાલુકામાં ઓણસાલ ભારે વરસાદના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. જગતનો તાત આર્થિક રીતે દેવાના બોજ નીચે દબાઈ ગયો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા લાભપાંચમથી ટેકાના ભાવે મગફળી ખરીદી ની જાહેરાત કરવામાં આવી છે. પણ હાલ વરસાદના કારણે ખેડૂતો આર્થિક સંકડામણમાં મુકાયા છે. રાજુલા પંથકમાં ખેડૂતોને નીચા ભાવે મગફળી વહેંચવાનોવાળો આવ્યો છે. જેના કારણે મોટી નુકશાની ખેડૂતોને થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...