ફરિયાદ:ભાજપના નેતા અને સરપંચ પતિએ હપ્તો માંગ્યાની ફરિયાદ

રાજુલા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રામપરા-2 ગામના સરપંચ પતિ સામે ફરિયાદ
  • મહિને 1 લાખનો હપ્તો નહી આપે તો નુકશાનની અપાયેલી ધમકી

રાજુલા તાલુકાના રામપરા-2 ગામના સરપંચના પત્નિ અને ભાજપના નેતાએ પીપાવાવમાં બાંધકામની મંજુરીના નામે હપ્તો માંગ્યાની અને હપ્તો નહી આપવા પર કંપનીના જાન માલને નુંકસાન પહોંચાડવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે.

પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં કોન્ટ્રાસ લોજીસ્ટિક કંપનીના ડાયરેક્ટર રાજીવ રાજકુમાર નિરૂલાએ બાબુ રામભાઈ વાઘ અને સના ગભાભાઈ વાઘ (બંન્ને રહે. રામપરા-2) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં જણાવેલ કે, રામપરા-2 ગામના સરપંચ હોવાનુ જણાવતા સનાભાઇ વાઘ જે ખરેખર સરપંચ નથી પરંતુ તેમના પત્ની સરપંચ છે.

તેમ છતા સનાભાઇ વાઘએ જેનુ પુરૂ નામ સનાભાઇ ગભાભાઇ વાઘ પોતાને સરપંચ હોવાનુ જાહેર કરી અમારી કંપનીમા વેરહાઉસ બાંધકામ માટે મંજુરી આપવાના બહાને મહીને રૂપિયા એક લાખ હપ્તો માંગી નહીંતર કંપની ના કર્મચારીઓની જાન માલને નુકસાન કરી હેરાન કરી દેવા ધમકી આપી તેમજ તેમના સબંધી બાબુભાઇ રામભાઇ વાઘ છે

જેઓએ મને ઇ-મેઇલમાં અમોએ સરકારી જમીનમાં કોઇ દબાણ કરેલ નહીં હોવા છતાં ગુજરાત જમીન પચાવી પાડવા પ્રતિબંધ અધિનિયમના કાયદા મુજબ કાર્યવાહી કરવાનો ભય બતાવી આ બન્નેએ ગેરકાયદેસર રીતે મહીને એક લાખ રૂપિયા લેવા દબાણ કરેલ છે. આ અંગે પીપાવાવ પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ બનાવથી રાજુલા પંથકમાં રાજકિય રિતે પણ ભારે ચર્ચા જાગી છે.

અન્ય સમાચારો પણ છે...