માંગ:રાજુલામાં મહુવા અને વિકટર માર્ગ પર અંડરબ્રિજ બનાવો

રાજુલાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 15થી 20 વખત માલગાડી પસાર થતી હોય ચાલકો પરેશાન

રાજુલામા મહુવા રોડ રેલવે ફાટક તેમજ વિકટર રોડ રેલવે ફાટક અવારનવાર બંધ થઇ જતા હોય જેના કારણે અહીથી પસાર થતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. અહી દર કલાકે માલગાડી પસાર થતી હોય વાહન ચાલકોને ઉભા રહેવુ પડે છે. ત્યારે અહી અંડરબ્રિજ બનાવવા માંગ ઉઠી છે.

પીપાવાવ પોર્ટ ધિકતી કમાણી કરતુ બંદર છે. જો કે અહીના ઉદ્યોગો લોકોને પ્રાથમિક સુવિધાઓ આપવામા જાણે નિષ્ફળ નિવડયા છે. અહીથી વારંવાર માલગાડીઓ પસાર થતી હોય છે જેના કારણે રેલવે ફાટક બંધ કરવાની ફરજ પડી રહી છે. ત્યારે અહી મહુવા રોડ તેમજ વિકટર રોડ પર આવેલ ફાટકના પ્રશ્નથી લોકો કંટાળી ગયા છે. અહીથી પસાર થતા લોકોને વારંવાર અડધી કલાક સુધી ઉભા રહેવુ પડી રહ્યું છે. ત્યારે અહી અંડરબ્રિજ બનાવવામા આવે તેવો સુર ઉઠયો છે.

ઇમરજન્સી વખતે દર્દીઓને પણ મુશ્કેલી
રાજુલાના યોગેશભાઇ કાનાબારે જણાવ્યું હતુ કે આ ફાટક અવારનવાર બંધ થઇ જતા હોય દર્દીઓને ઇમરજન્સી વખતે મહુવા ખસેડવામા આવે ત્યારે મુશ્કેલી પડી રહી છે. એમ્બ્યુલન્સને પણ જવા દેવામા નથી આવતી. જો કે તેમ છતા આ સમસ્યાનુ કોઇ નિરાકરણ કરતુ નથી. - યોગેશભાઇ કાનાબાર

શાકભાજી કે અન્ય જણસો લઇને આવતા ખેડૂતો પરેશાન
અહીના આગેવાન ભીખાભાઇ પીંજરે જણાવ્યું હતુ કે આસપાસના વિસ્તારેામાથી ખેડૂતો શાકભાજી કે અન્ય જણસો લઇને યાર્ડમા આવતા હોય છે. પરંતુ ફાટક બંધ હોવાના કારણે મોડા પહોંચે છે જેના કારણે હાડમારી પડી રહી છે. - ભીખાભાઇ પીંજર

શાળાએ જતા વિદ્યાર્થીઓ સ્કુલે મોડા પહોંચે છે
અહીના આગેવાન ભરતભાઇ જોશીએ જણાવ્યું હતુ કે અહી અનેક શાળાઓ આવેલી છે. પરંતુ ફાટક બંધ હોવાથી અનેક વખત છાત્રો અડધી કલાક શાળાએ મોડા પહોંચે છે. - ભરતભાઇ જોશી

સીએસઆર ભંડોળમાંથી નાણાં ખર્ચ કરવા જોઇએ
અહીના બાલાભાઇ સાંખટે જણાવ્યુ હતુ કે રેલવે તંત્ર ઘણી કમાણી કરી રહ્યું છે. તો અહી અંડરબ્રિજ બનાવવામા આવે તે જરૂરી છે. અહીના ઉદ્યોગ ગૃહોએ પણ સીએસઆર ભંડોળમાથી નાણા લોક વિકાસ અર્થે વાપરવા જોઇએ.

અન્ય સમાચારો પણ છે...