અમરેલી:તમાકુ દુકાન ખોલવાની મંજૂરી છતાં પણ બંધ રાખી કરાતી કાળાબજારી

રાજુલા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજુલામાં પાન માવાના હોલસેલ વેપારીઓની ઉઘાડી લૂંટ
  • લોકડાઉનમાં કેટલો માલ વેચ્યો તેની દરોડો પાડી તપાસ કરે

પાન માવાના હોલસેલર વેપારીઓની લોકો પાસેથી ઉઘાડી લૂંટ જોવા મળી રહી છે. અહીં દુકાનો ખોલવા માટેની મંજૂરી છતાં પણ દુકાનો બંધ રાખી માલ ન હોવાના બહાને કાળા બજારી કરવામાં આવી રહી છે. આ તમામ બાબતો પર  તાલુકાનું વહીવટી તંત્ર મુક પ્રેક્ષક બન્યું છે . ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે કાળાબજારી બંધ કરાવે તેવી લોક માંગ ઉઠી છે. દેશમાં એક તરફ કોરોના વાયરસનો હાહાકાર મચી રહ્યો છે.  પણ રાજુલા શહેરમાં પાન માવાના હોલસેલર વેપારીઓ કોરોના વાયરસની મહામારીમાં જાણે કમાઈ લેવાના મુડમાં હોય તેવું જોવા મળી રહ્યું છે. લોકડાઉન 4માં પાન માવાની દુકાન ખોલવા માટે વહીવટી તંત્ર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે. છતા પણ અમુક લેભાગુ વેપારીઓ દ્વારા દુકાનો બંધ રાખી માલ ન હોવાના બહાને કાળાબજારી કરી રહ્યા છે. રાજુલામાં વહીવટી તંત્ર દ્વારા પાન માવાના હોલસેલર વેપારીઓને ત્યાં દરોડો પાડી કેટલો માલ પડયો છે? અને કેટલો માલ  લોકડાઉનમાં વેચ્યો છે તેની તપાસ કરવી જરૂરી બની છે. ત્યારે રાજુલા વહીવટી તંત્ર દ્વારા શહેરની ભોળી જનતાને લૂંટથી બચાવવા માટે પાન માવાના હોલસેલર વેપારીઓને ત્યાં તપાસ કરે તેવી લોક માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...