અમરેલી:ફરજામાં લાકડુ નાખવા મુદ્દે મહિલાને માર માર્યો

રાજુલા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજુલા તાલુકાના ઝાંઝરડા ગામનો બનાવ
  • મારી નાખવાની ધમકી: સામસામી ફરિયાદ

તાલુકાના ઝાંઝરડા ગામે રહેતા સુમલબેન હરસુરભાઇ સરવૈયા (ઉ.વ.55) નામની મહિલાએ રાજુલા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ પોતાના ઘરે ફરજામા લાકડુ નાખતા હતા ત્યારે જીજ્ઞેશ પીઠાભાઇ સરવૈયા, જેન્તીભાઇ, સંજયભાઇ અને ભાનુબેને બોલાચાલી કરી તેને તથા તેના પુત્રને મારમાર્યો હતો. આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.  જયારે આ જ મુદે જેન્તીભાઇ પીઠાભાઇ સરવૈયાએ વળતી નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે ફરજામા લાકડા મુદે બોલાચાલી કરી હરસુરભાઇ જીવાભાઇ, દુલાભાઇ, સુરેશભાઇ અને સુમલબેને ગાળો આપી ઢીકાપાટુનો મારમારી ધમકી આપી હતી. પોલીસે બંને પક્ષેથી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ બી.ડી.વાળા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...