અમરેલી:બાકી પૈસાની ઉઘરાણી કરતાં વેપારીને માર માર્યો

રાજુલા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજુલા તાબેના વાવેરા ગામનો બનાવ
  • 5 શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી

તાબાના વાવેરા ગામે રહેતા એક વેપારીએ  બાકી પૈસાની ઉઘરાણી કરતા અહી જ રહેતા પાંચ શખ્સોએ દુકાનમાથી બહાર ખેંચી ઢીકાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા રાજુલા પોલીસમા ફરિયાદ નોંધાવી છે. અહી રહેતા પુંજાભાઇ સોમાતભાઇ (ઉ.વ.60) નામના વેપારીએ રાજુલા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તે કરિયાણાની દુકાન ધરાવતા હોય વિનુભાઇ રામભાઇ ચુડાસમા અને ભગાભાઇ રામભાઇ પાસે બાકી નામુ હોય ઉઘરાણી કરતા બંને ઉશ્કેરાઇ ગયા હતા અને દુકાનમાથી બહાર ખેંચી ઢીકાપાટુનો મારમારી ઇજા પહોંચાડી હતી.  આ ઉપરાંત રાજુભાઇ રામભાઇ અને અજય નાનજીભાઇ  નામના શખ્સોએ પણ  ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ બી.ડી.વાળા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...