રજૂઆત:વન વિભાગ પક્ષીના અસ્તિત્વ માટે નક્કર આયોજન કરે તેવી પર્યાવરણ પ્રેમીની માંગણી

રાજુલાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સૌરાષ્ટ્રના જંગલમાં ચીબરી ભૈરબ પક્ષી લુપ્ત થતા હોવાની ફરિયાદો પર્યાવરણપ્રેમીઓ ઉઠાવી રહ્યા છે. ત્યારે વનવિભાગ દ્વારા ચિબરી ભૈરબ પક્ષીની જાતને બચાવવા માટે વન વિભાગ કોઈ નક્કર આયોજન કરે તેવી પર્યાવરણ પ્રેમીએ માંગણી કરી છે. અમરેલી જિલ્લાના પર્યાવરણ પ્રેમી વિપુલભાઈ લહેરીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના જંગલમાં અને રાજુલા, જાફરાબાદ પંથકમાં વૃક્ષના બખોલમાં તેમજ દિવાલો પર રહેલ તિરાડમાં ચિબરી ભૈરબ પક્ષી વસવાટ કરતા હોય છે. કારણ કે પોલાણમાં રહેવાથી આ પક્ષી સુરક્ષિત રહેશે. ચિબરી ભૈરબ પક્ષી નાની જીવાતો અને માસાહારીનો શિકાર કરે છે.ચિબરી ભૈરબ પક્ષીનો સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી વિસ્તાર અને ગીરના જંગલોમાં તેમનો ખોરાક હાલ ભાગ્યે જ જોવા મળે છે.

જેના કારણે ચિબરી ભૈરબ પક્ષી સૌરાષ્ટ્રમાં હાલ જોવા મળતા નથી. રાજુલા અને જાફરાબાદ પંથકમાં રાત્રી દરમિયાન દેખાતી આ પક્ષીની જાત હાલ સમયમાં લોકોને ભાગ્યે જ જોવા મળે છે. ત્યારે વનવિભાગ દ્વારા વહેલી તકે ચિબરી ભૈરબ પક્ષીની જાતને લુપ્ત થતા બચાવે તેવી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...