અમરેલી:બાબરકોટના દરિયામાં ન્હાવા પડેલો 11 વર્ષનો બાળક ડૂબ્યો

રાજુલા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કલાકો સુધી શોધખોળ જો કે હજુ લાશ મળી નથી

જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે રહેતો એક 11 વર્ષીય કિશોર આજે બપોરના સુમારે દરિયામા ડૂબી ગયો હતો. ઘટનાને પગલે અહી ગ્રામજનો, પોલીસ સહિતે તેની શોધખોળ આદરી હતી. જો કે હજુ સુધી આ કિશોરની ભાળ મળી ન હતી. અહી રહેતો બળદેવ જગુભાઇ સાંખટ (ઉ.વ.11) નામનો કિશોર બપોરના સુમારે દરિયામા ન્હાવા માટે ગયો હોય ડૂબી ગયો હોવાની જાણ થતા પરિવાર સહિત ગ્રામજનો દરિયાકાંઠે દોડી ગયા હતા. આ ઉપરાંત પુર્વ સંસદીય સચિવ હિરાભાઇ સોલંકી તેમજ પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી. હાલ સ્થાનિક લોકો સાથે કિશોરની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ હજુ સુધી તેની ભાળ મળી ન હતી જેના કારણે  પરિવારજનોમા ભારે ચિંતા જોવા મળી રહી છે. સમગ્ર દરિયાકાંઠે રહેતા લોકોને જાણ કરી દેવાય છે.

અન્ય સમાચારો પણ છે...