તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:રાજુલામાં સરકારી ઇંગ્લિશ મીડિયમ શાળાની મંજુરી આપો

રાજુલાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • NSUIના પ્રમુખની અગ્ર સચિવને રજુઆત

રાજુલામાં સરકારી ઈંગ્લિશ મીડીયમ શાળાની ફાળવણી કરવા એન.એસ.યુ. આઈના પ્રમુખે શિક્ષણ વિભાગના અગ્ર સચિવને પત્ર લખી રજુઆત કરી હતી. રાજુલા એનએસયુઆઈ પ્રમુખ રવિરાજ ધાખડા અને અજય શિયાળે શિક્ષણ વિભાગના અગ્ર સચિવને રજુઆત કરતા જણાવ્યું હતું કે, હાલના સમયમાં શિક્ષણનો વ્યાપ વધ્યો છે. સાથે સાથે ઈંગ્લિશનું મહત્વ વધી રહ્યું છે. પણ રાજુલામાં એક પણ સરકારી ઈંગ્લિશ મીડીયમ શાળા આવેલ નથી. અહીં વાલીઓને પોતાના બાળકોને ઈંગ્લિશ મીડીયમમાં અભ્યાસ કરાવવો છે. પણ ખાનગી શાળાઓમાં મોંઘીદાટ ફીથી વાલીઓ ઈંગ્લિશ મીડીયમમાં પોતાના સંતાનને અભ્યાસ કરાવી શકતા નથી.

જેના કારણે બાળકોને નાછૂટકે ગુજરાતી મીડીયમમાં અભ્યાસ કરવો પડે છે. જેના પગલે બાળકોનું ઈંગ્લિશ મીડીયમમાં અભ્યાસ મેળવવાનું સપનું રોળાઈ છે. ત્યારે વહેલી તકે રાજુલામાં સરકારી ઈંગ્લિશ મીડિયમની મંજુરી આપવા માંગ છે.

અન્ય સમાચારો પણ છે...