રાજુલામાં બીએપીએસ સ્વામીનારાયણ મંદિરે 19માં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. અહી અક્ષર પુરૂષોત્તમ મહારાજને અન્નકૂટ ધરાયો હતો. 1200 હરિભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. તેમજ ધર્મસભા જેવા વિવિધ કાર્યક્રમ યોજાયા હતા.
રાજુલામાં સ્વામીનારાયણ મંદિરે 19માં પાટોત્સવમાં મહુવા મંદિરના કોઠારી સ્વામી વિનમ્રમુની, અખંડ મંગલ સ્વામી અને સરળમૂર્તી સ્વામીએ અક્ષર પુરૂષોત્તમ મહારાજની મહાપૂજા કરી હતી. ધર્મસભામાં કોઠારી સ્વામી વિનમ્રમુનિએ પ્રમુખ સ્વામી મહારાજના જીવન અને કાર્ય વિષય પર વાર્તાલાભ કર્યો હતો. પાટોત્સવમાં હરિભક્તો અને મહાપ્રસાદનું આયોજન કરાયું હતું.
જેનો 1200 જેટલા હરિભક્તોએ લાભ લીધો હતો. સ્વામીનારાયણ મંદિરના પુજારી હરિભાઈ ચોટલીયાએ અક્ષર પુરૂષોત્તમ મહારાજને વિશેષ શણગાર કર્યો હતો. ભરતભાઈ યાદવ અને યુવકો દ્વારા અન્નકૂટ ધરાયો હતો. 19માં પાટોત્સવને સફળ બનાવવા માટે રાજુલા સત્સંગ મંડળના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.