વિવાદ:ઘર પાસે ખોંખારો ખાવાની ના પાડતાં યુવક પર પાઇપથી હુમલો

રાજુલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સંયુકત હલાણ બાબતે મન દુ:ખ રાખી બોલાચાલી કરી

રાજુલા તાલુકાના મોટા રીંગણીયાળામા રહેતા એક યુવકે તેના ઘર પાસે ખોખારો ખાવાની ના પાડતા અહી જ રહેતા એક શખ્સે તેની સાથે બોલાચાલી કરી પાઇપ વડે ઇજા પહોંચાડતા તેણે આ બારામા ડુંગર પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. અહી રહેતા જયંતીભાઇ ડાયાભાઇ મયાત્રા (ઉ.વ.35) નામના યુવાને ડુંગર પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ ગઇકાલે ઘરે હતા ત્યારે સવારના સાડા આઠેક વાગ્યે તેના ઘર પાસે જીવાભાઇ જેઠાભાઇ જીતીયા ખોખારો ખાતા હોય જેથી તેને ના પાડી હતી. જેને પગલે તેમણે ઉશ્કેરાઇ જઇ બોલાચાલી કરી પાઇપ વડે મારમારી ઇજા પહોંચાડી હતી.

આ ઉપરાંત તેણે હસમુખભાઇ અને પ્રિયંકાબેનને પણ મારમાર્યો હતો. જીવાભાઇ તેમજ હસમુખભાઇનુ સંયુકત હલાણ મુદે મનદુખ રાખી તેમણે આ બોલાચાલી કરી હતી. જયારે અંબાબેન જીવરાજભાઇ જીતીયાએ વળતી નોંધાવેલી ફરિયાદમા જણાવ્યુ હતુ કે જયંતી ડાયાભાઇ મેયાત્રા, હસમુખભાઇ, રસીલાબેન, કુસુમબેને પણ જીવરાજભાઇને મારમાર્યો હતો તેમજ રેખાબેન અને મિતલબેનને પણ ઇજા પહોંચાડી હતી. પોલીસે બંને પક્ષેથી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવ અંગે એએસઆઇ કે.એમ.વાઢેર આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...