રાજુલા પંથકમા પાછલા કેટલાક દિવસોથી ગેરકાયદે લાકડાની હેરાફેરીની પ્રવૃતિ વધી રહી છે. હજુ બે દિવસ પહેલા પણ વનતંત્રએ હિંડોરણા ચોકડી નજીકથી ગેરકાયદે લાકડાની હેરાફેરી ઝડપી લીધી હતી. ત્યારે આજે ડુંગર ગામ નજીકથી એક ટ્રેકટરમા લાકડાની હેરફેર ઝડપાઇ હતી.રાજુલા તાલુકાના ડુંગર નજીકથી ગેરકાયદે લાકડાની હેરાફેરી વનતંત્રએ ઝડપી લીધી હતી.
આજે બપોરના દોઢેક વાગ્યે આરએફઓ એસ.એમ.મકરાણીની સુચનાથી વનપાલ બાબરીયાધાર જી.આઇ.ધાંધલા સહિતની ટીમ પેટ્રોલીંગમા હતી. ત્યારે અહીથી લાકડા ભરીને એક ટ્રેકટર નંબર જીજે 14 એમ 3789 પસાર થઇ રહ્યું હતુ.વનતંત્રએ ટ્રેકટરને અટકાવી રાજપરડાના નરેશ વજા પરમાર અને રાજુ શંભુ ગોઠકીયા નામના શખ્સોની પુછપરછ કરી હતી. જો કે આ બંને પાસે કોઇ પાસ પરમીટ ન હોય વનતંત્રએ દેશી બાવળ ભરેલ ટ્રેકટર સહિત મુદામાલ કબજે લઇ બંને સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.