રાજુલામા વનવિભાગે બાતમીના આધારે બે ટ્રકમા કરવામા આવતી ગેરકાયદે લાકડાની હેરાફેરી ઝડપી પાડી હતી. વનવિભાગે ચાર શખ્સોને બે ટ્રક સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.રાજુલા વનવિભાગના આરએફઓ શાહિદખાન મકરાણી, વનપાલ એમ.એમ.ચૌહાણ, જી.આઇ.ધાંધલાએ બાતમીના આધારે અહી વોચ ગોઠવી હતી.
અહીથી પસાર થતા બે ટ્રકને અટકાવી તલાશી લેવામા આવતા તેમા ગેરકાયદે લાકડા ભર્યા હોય અને કોઇ પાસ કે પરમીટ ન હોય વનવિભાગે રાજેશ કાળુ પરમાર, વિનુ બાબુ ગોહિલ તેમજ રામ મશરી ગોહિલ અને માનભાઇ હાજા સીંગળ નામના શખ્સોને ઝડપી પાડયા હતા. અને કાર્યવાહી હાથ ધરી હતી. તસવીર-સહદેવસિંહ ચાવડા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.