રાજુલામા અવારનવાર પાણી વિતરણની સમસ્યા સર્જાય છે. અહી જુની પાઇપ લાઇનો વારંવાર તુટી રહી છે. ત્યારે હવે રૂપિયા 15 કરોડના ખર્ચે નવી પાઇપ લાઇન નાખવાનુ તથા ત્રણ સંપ બનાવવાનુ કામ મંજુર કરવામા આવ્યું છે.આ યોજના રાજુલા શહેરમા પીવાના પાણીની સમસ્યા મહદઅંશે હળવી થઇ જશે. કારણ કે શહેરમા પથરાયેલી પાણી વિતરણની લાઇન જુની અને જર્જરિત છે. ડેમથી શહેરમા આવતી આ પાઇપ લાઇન જર્જરિત હોય તેને બદલવી જરૂરી બની હતી. જેને પગલે તત્કાલિન પાલિકા પ્રમુખ છત્રજીતભાઇ ધાખડાએ આ તુટેલી પાઇપ લાઇન બદલવા તથા ત્રણ સંપના નવા કામની દરખાસ્ત કરી હતી.
નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઇએ આ બારામા અવારનવાર પાણી પુરવઠા વિભાગમા પણ રજુઆત કરી હતી. અને એક માસ પહેલા ચીફ ઓફિસર અને ધારાસભ્ય હિરાભાઇ સોલંકીએ આ અંગે એક બેઠક બોલાવી હતી. ત્યારબાદ હવે હિરાભાઇ સોલંકીએ આ પ્રશ્ને મુખ્યમંત્રી પાસે જઇ શહેરની આ જરૂરીયાત હોવા અંગે રજુઆત કરતા રૂપિયા 15 કરોડના ખર્ચે આ કામને મંજુરીની મહોર લગાવાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.