ચૂંટણી:રાજુલા પાલિકાના નવા પ્રમુખની 20મીએ ચૂંટણી

રાજુલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાજેતરમાં પ્રમુખે આપ્યુ હતું રાજીનામું
  • કોંગ્રેસની આંતરીક ખેંચતાણ અને બળવાના કારણે વારંવાર બદલાતા પ્રમુખો

રાજુલા નગરપાલિકામા જનતાએ કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી આપી હતી અને 27 સભ્યો કોંગ્રેસના ચુંટાયા હતા જયારે ભાજપમાથી માત્ર 1 સભ્ય ચુંટાયા હતા પરંતુ કોંગ્રેસની આંતરીક ખેંચતાણ અને બળવાના કારણે અહી વારંવાર પ્રમુખો બદલાયા છે. અત્યાર સુધીમા છ પ્રમુખો બદલાયા બાદ છેલ્લા પ્રમુખ ઘનશ્યામભાઇ લાખણોત્રાએ પણ રાજીનામુ આપી દીધુ હતુ. ત્યારથી જ નવા પ્રમુખના નામને લઇને અટકળો ચાલી હતી. દરમિયાન હવે નવા પ્રમુખની વરણી માટે 20મી તારીખે બેઠક બોલાવવામા આવી છે.

નવા પ્રમુખ બનશે તો કોંગ્રેસમાથી જ પરંતુ કયા જુથને સફળતા મળે છે તેના પર સૌની નજર છે. અગાઉ ઘનશ્યામભાઇ લાખણોત્રાને પ્રમુખ બનાવાયા ત્યારે બે જુથમાથી સવા સવા વર્ષ માટે પ્રમુખ નિમાશે તેવી અંદરખાને સમજુતી થઇ હતી અને એટલે જ સવા વર્ષ બાદ તેમણે રાજીનામુ આપ્યુ છે. જો કે તેમણે રાજીનામુ ધરવા પાછળ પોતાનુ અંગત કારણ જણાવ્યું છે. હવે સ્થાનિક રાજકીય વર્તુળની નજર 20મી તારીખ પર મંડાઇ છે.

સામાન્ય સભામાં તમામ બાબતો નામંજુર
બીજી તરફ એક દિવસ પહેલા પાલિકાની સામાન્ય સભા મળી હતી. અહી તાઉતે વાવાઝોડાના સમયના બીલો મુકાતા વિરોધ ઉઠયો હતો.છત્રજીતભાઇ ધાખડા દ્વારા કામદારોનો પગાર વધારવા પણ ચીફ ઓફિસરને રજુઆત કરાઇ હતી. બીલોને લઇને વિરોધ ઉભો થતા બોર્ડ નામંજુર કરાયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...