દુર્ઘટના:હામાપુર નજીક કારની ઝાડ સાથે ટક્કરમાં યુવકનું મોત

અમરેલી4 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

બગસરા તાલુકાના હુલરીયામા રહેતા એક યુવકની તબીયત નાદુરસ્ત હોય પોતાની કાર લઇ બગસરા દવાખાનેથી ઘરે પરત ફરતી વખતે હામાપુર નજીક કાર ઝાડ સાથે અથડાતા તેમનુ મોત નિપજયું હતુ. કાર ઝાડ સાથે અથડાતા યુવકના મોતની આ ઘટના બગસરાના હામાપુર નજીક બની હતી. હુલરીયામા રહેતા ગીજુભાઇ ભીખુભાઇ વાળા (ઉ.વ.38) નામના યુવકની તબીયત નાદુરસ્ત હોય તેઓ પોતાની કાર નંબર જીજે 05 સીડી 0293 લઇને બગસરા દવાખાને ગયા હતા.

ત્યાર બાદમા તેઓ સાંજના નવેક વાગ્યે બગસરાથી પરત હુલરીયા ફરી રહ્યાં હતા ત્યારે હામાપુર નજીક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાતા તેમને ઇજાઓ પહોંચતા મોત નિપજયું હતુ. બનાવ અંગે વિજયભાઇ ભાયાભાઇ વાળાએ બગસરા પોલીસ મથકમા જાણ કરી હતી. બનાવની વધુ તપાસ પીઆઇ ડી.વી.પ્રસાદ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...