તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:તારાે પુત્ર મારી પુત્રીને કયાં લઇ ગયાે છે કહી વૃદ્ધને માર માર્યાે

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ શખ્સે મારી નાખવાની ધમકી અાપી

સાવરકુંડલામા જીંજુડા ગેઇટ પાસે રહેતા અેક વૃધ્ધને અહી જ રહેતા અેક શખ્સે તારાે પુત્ર મારી પુત્રીને કયાં લઇ ગયાે છે કહી બાેલાચાલી કરી લાકડી વડે મારમારી ઇજા પહાેંચાડતા તેણે અા બારામા સાવરકુંડલા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

વૃધ્ધને મારમાર્યાની અા ઘટના સાવરકુંડલામા બની હતી. અહીના જીંજુડા ગેઇટ પાસે રહેતા લાલજીભાઇ ભગવાનભાઇ રાઠાેડ (ઉ.વ.60) નામના વૃધ્ધે સાવરકુંડલા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે કનુ લવાભાઇ મકવાણાઅે તારાે દીકરાે મારી દીકરીને ભગાડી ગયાે છે તે કયાં લઇ ગયાે છે કહી બાેલાચાલી કરી હતી. કનુ મકવાણા તેમજ કમલેશ કનુભાઇ, મુકેશ કનુભાઇઅે ગાળાે અાપી લાકડી વડે મારમાર્યાે હતેા.અા ઉપરાંત અા શખ્સાેઅે મારી નાખવાની ધમકી પણ અાપી હતી. બનાવ અંગે અેઅેસઅાઇ વી.અેલ.રાઠાેડ અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...