પોલીસ ફરિયાદ:બોરડી નજીક કારમાં તોડફોડ કરી યુવકને મારમાર્યો, ભાઇએ પ્રેમલગ્ન કર્યા હોય તેનુ મનદુ:ખ રાખી ધમકી આપી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ધારી તાલુકાના ગીગાસણમા રહેતા એક યુવકના ભાઇએ ત્રણેક વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હોય તે વાતનુ મનદુખ રાખી ચાર શખ્સોએ યુવકની કારમા તોડફોડ કરી ઇજા પહોંચાડી ધમકી આપતા તેણે આ બારામા ધારી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. યુવકને મારમાર્યાની આ ઘટના બોરડી નજીક બની હતી.

યમરાજભાઇ દિલુભાઇ કોટીલાએ ધારી પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના ભાઇ રવિરાજભાઇએ વેકરીયા ગામે એક યુવતી સાથે ત્રણેક વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હોય તે વાતનુ મનદુખ રાખી હરદીપ નજુભાઇ વાળા, જયદીપ નજુભાઇ અને ધર્મેન્દ્ર તેમજ ઉદયે બોલાચાલી કરી હતી. આ શખ્સોએ બોરડી ગામ નજીક તેની કારમા તોડફોડ કરી તેને ઇજા પહોંચાડી હતી. તેમજ તેના ભાઇ રવિભાઇ અને ભાભીને મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ જી.બી.જીંજાળા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...