ધોળા દિવસે ચોરી:બાબરાના નિલવડા રોડ પર મેલડી માતાજીના મંદિરમાં યુવકે દર્શન કર્યા બાદ ચાંદીના છતરની ચોરી કરી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંદિરમાં થયેલી ચોરીનો સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો

અમરેલીના બાબરામાં આવેલા મેલડી માતાજીના મંદિરમાં એક દર્શનાર્થી દ્વારા ચાંદીના છતરની ચોરી કરાઈ હોવાનો મામલો સામે આવ્યો છે. મંદિરમાં ચોરીના ઈરાદે આવેલા તસ્કરે સૌ પ્રથમ દર્શન કર્યા બાદ ચાંદીના છતરની ચોરી કરી હતી. ચોરીની આ સમગ્ર ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી.

બાબરા શહેરના નિલવડા રોડ પર વડલી વાળા મેલડી માતાજીનું મંદિર આવેલું છે. અનેક લોકોની આસ્થાના કેન્દ્ર સમાન આ મંદિરમાં બે દિવસ પહેલા ચોરીની ઘટના સામે આવી છે. ધોળે દિવસે મંદિરમાં દર્શનના બહાને ઘૂસેલા યુવકે માતાજીના છતરની ચોરી કરી હતી. ચોરીની આ ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. પૂજારી દ્વારા આ મામલે પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

બાબરા પંથકમાં ચોરીના બનાવનો સિલસિલો યથાવતસમગ્ર અમરેલી જિલ્લામાં રાજકોટ-ભાવનગર હાઇવે ઉપર આવેલ બાબરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ચોરીના બનાવ બની રહ્યા છે. અગાઉ અનેક મંદિરોમાં ચોરી થઈ ચૂકી છે. સોસાયટી વિસ્તારમાં ચોરીના બનાવો બની ચૂક્યા છે અનેક વખત સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. થોડા મહીના પહેલા બાબરમાં આખી ગેંગ સીસીટીવીમા કેદ થઈ હતી છતાં પોલીસને સફળતા મળી નથી.

અન્ય સમાચારો પણ છે...