તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચુકાદો:સગીરા પર દુષ્કર્મ કરનાર યુવકને 10 વર્ષની સખત કેદ

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • લાઠીના દુધાળાની ઘટના: સગીરાને 4 લાખનું વળતરનો હુકમ
  • ખેત મજુરની સગીર પુત્રીને ભગાડી જઇ દુષ્કર્મ આચર્યું હતું

લાઠી તાલુકાના દુધાળા ગામે એક ખેત મજૂર પરિવારની સગીર પુત્રીને લગ્નની લાલચ આપી ભગાડી જઈ તેના પર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં અમરેલીની અદાલતે અહીંના યુવકને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

પ્રાપ્ત વિગત મુજબ, આજે અમરેલીની પોક્સો કોર્ટ દ્વારા લાઠી તાલુકાના દુધાળા ગામના સુરેશ ઓઘડ શિંગાળા નામના યુવકને આ સજા ફટકારવામાં આવી હતી. પબ્લિક પ્રોસિક્યુટર જે. બી. રાજગોરની દલીલ માન્ય રાખી જજ આર. આર. દવેએ આઇપીસી કલમ 363 હેઠળ 5 વર્ષની સખત કેદ અને 2000નો દંડ, કલમ 366 હેઠળ 7 વર્ષની સખત કેદ અને 2000નો દંડ તથા કલમ 376 હેઠળ 10 વર્ષની સખત કેદ અને 4000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. અદાલતે સગીરાને રૂપિયા 4 લાખનું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો હતો.

સુરેશ ઓઘડ શિંગાળા ગત તારીખ 5/ 4/ 19ના રોજ 17 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે સગીરાના પિતાએ તેની સામે લાઠી પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ સ્થાનિક પોલીસ દ્વારા ચાર્જશીટ દાખલ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...