ધમકી:ધારીના વેકરિયાપરામાં ઘર પાસે સ્પીડ બ્રેકર તોડી નાખવા મુદ્દે ઠપકો આપતા યુવકને મારમાર્યો

અમરેલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 7 શખ્સે બોલાચાલી કરી મારી નાખવાની ધમકી પણ આપી

ધારીના વેકરીયાપરામા ઘર પાસે સ્પીડ બ્રેકર તાેડી નાખવા મુદે ઠપકાે અાપતા અહી જ રહેતા સાત શખ્સાેઅે બાેલાચાલી કરી યુવકને મારમારી ઇજા પહાેંચાડી મારી નાખવાની ધમકી અાપતા તેણે અા બારામા ધારી પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

યુવકને મારમાર્યાની અા ઘટના ધારીના વેકરીયાપરામા બની હતી. અહી રહેતા સંજયભાઇ પાલાભાઇ દાફડા (ઉ.વ.26) નામના યુવાને ધારી પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના ઘર પાસે રાેડ પર બનેલ સ્પીડ બ્રેકર તાેડી નાખવા મુદે તેણે ઠપકાે અાપતા રતા ખેતરીયા, હાર્દિક રતા, શારદાબેન, બાબુભાઇ, પુષ્પાબેન, હિતેષભાઇ અને શાંતાબેન નામના શખ્સાેઅે તેની સાથે બાેલાચાલી કરી હતી.અા શખ્સેાઅે ઉશ્કેરાઇ જઇ તેને ઢીકાપાટુનાે મારમારી ઇજા પહાેંચાડી ગાળાે અાપી હતી.

અા ઉપરાંત મારી નાખવાની ધમકી પણ અાપી હતી. બનાવ અંગે હેડ કાેન્સ્ટેબલ કે.કે.રાઠાેડ અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...