તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:અમરેલીના ગીરિયા નજીક બાઇક સ્લીપ થતા યુવકનું મોત

અમરેલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મોટા દેવળિયાથી અમરેલી પરત ફરતી ફરી રહ્યાં હતા

અમરેલીમા પીટણપરામા રહેતા અેક યુવક પાેતાનુ માેટર સાયકલ લઇ માેટા દેવળીયાથી અમરેલી પરત ફરી રહ્યાં હતા ત્યારે ગીરીયા નજીક સ્ટીયરીંગ પરનાે કાબુ ગુમાવતા બાઇક સ્લીપ થતા તેમનુ સારવાર દરમિયાન મેાત નિપજયું હતુ.બાઇક સ્લીપ થતા યુવકના માેતની અા ઘટના અમરેલીના ગીરીયા નજીક બની હતી. અહીના પીટણપરામા રહેતા પ્રવિણભાઇ જયંતિલાલ રાઠાેડ પાેતાનુ માેટર સાયકલ નંબર જીજે 14 જે 3951 લઇને માેટા દેવળીયાથી અમરેલી પરત ફરી રહ્યાં હતા.

તેઅાે ગીરીયા ગામે દરગાહ નજીક પહાેંચ્યા ત્યારે સ્ટીયરીંગ પરનાે કાબુ ગુમાવતા બાઇક સ્લીપ થઇ જતા તેમને ગંભીર ઇજા પહાેંચી હતી.યુવકને સારવાર માટે અમરેલી દવાખાને ખસેડવામા અાવ્યા હતા. જાે કે તેમનુ સારવાર દરમિયાન માેત નિપજયું હતુ. બનાવ અંગે અજયકુમાર રાઠાેડે અમરેલી તાલુકા પાેલીસ મથકમા જાણ કરી હતી. વધુ તપાસ અેઅેસઅાઇ અે.અેમ.પાેપટાણી ચલાવી રહ્યાં છે.અત્રે ઉલ્લેખનીય બની રહેશે કે, બનાવની જાણ થતાં પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...