બાબરામા રહેતાે અેક યુવક પાેતાનુ માેટર સાયકલ લઇ લાઠી તાલુકાના રાભડા ગામે માતાજીના મંદિરે દર્શન માટે જઇ રહ્યાે હતાે ત્યારે બાઇક વિજપાેલ સાથે અથડાતા તેનુ સારવાર દરમિયાન માેત નિપજયું હતુ. મુળ લાઠીના રાભડાનાે અને હાલ બાબરામા કરિયાણા રાેડ પર રહેતા રજનીભાઇ ધનજીભાઇ પંચાસરા (ઉ.વ.21) નામનાે યુવાન પાેતાનુ બાઇક નંબર જીજે 06 અેસઅેસ 7241 લઇને રાભડા ગામે માતાજીના મંદિરે દર્શન માટે જઇ રહ્યાે હતાે.
અા યુવાન નાના રાજકાેટ નજીક રેલવે ફાટક પાસે પહાેંચતા બાઇક પરનાે કાબુ ગુમાવતા બાઇક વિજપાેલ સાથે અથડાતા તેને ગંભીર ઇજા પહાેંચી હતી. યુવકને સારવાર માટે પ્રથમ અમરેલી સિવીલ હાેસ્પિટલમા અને બાદમા વધુ સારવાર માટે રાજકાેટ દવાખાને રીફર કરાયાે હતાે. જયાં તેનુ સારવાર દરમિયાન માેત નિપજયું હતુ. બનાવ અંગે મૃતક યુવકના ભાઇ કિશાેરભાઇ ધનજીભાઇ પંચાસરાઅે લાઠી પાેલીસ મથકમા જાણ કરી હતી. વધુ તપાસ પીઅેસઅાઇ અેન.અે.વાઘેલા ચલાવી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.