તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુકમ:અમરેલીમાં સગીરાને ભગાડી જનાર યુવકને ચાર વર્ષની કેદ

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સગીરાને 50 હજારનું વળતર ચુકવવા કાેર્ટનાે હુકમ

અમરેલીમા ચાર વર્ષ પહેલા અેક સગીરાને ભગાડી જવાના ગુનામા અહીના યુવાનને અદાલતે ચાર વર્ષની સજા અને પાંચ હજારનાે દંડ ફટકાર્યાે છે. જયારે તેને મદદગારી કરનાર યુવાનને નિર્દાેષ છાેડી મુકયાે છે. અમરેલીનાે ગાૈતમ નાગજીભાઇ ધરાણીયા નામનાે યુવાન પાેતાના મિત્ર શની ઉર્ફે લાલાે ફકિરભાઇ સીતાપરાની મદદથી અહીની અેક સગીરાને ચાર વર્ષ પહેલા લલચાવી ભગાડી ગયાે હતાે. જે અંગે તારીખ 20/1/17ના રાેજ તેની સામે અમરેલી સીટી પાેલીસ મથકમા અાઇપીસી અને પાેકસાે અેકટ હેઠળ ગુનાે નાેંધાયાે હતાે.

તત્કાલીન પીઅેસઅાઇ વી.ડી.ભરવાડ તથા વી.અાર.ચાૈધરીઅે અા બંને શખ્સાેની ધરપકડ કરી હતી. દરમિયાન અા અંગેનાે કેસ અમરેલીની સ્પેશ્યલ પાેકસાે કાેર્ટમા ચાલી જતા સરકારી વકિલ જે.બી.રાજગાેરની દલીલ માન્ય રાખી ગાૈતમ ધરાણીયાને ચાર વર્ષની કેદ ફટકારી હતી અને પાંચ હજારનાે દંડ પણ ફટકાર્યાે હતાે. જયારે શની સીતાપરાને નિર્દાેષ છાેડી મુકયાે હતાે. ભાેગ બનનાર સગીરાને રૂપિયા 50 હજારનુ વળતર અાપવાનાે પણ અદાલતે હુકમ કર્યાે છે.

અન્ય સમાચારો પણ છે...