હુમલો:અમરેલીના યુવાન ઉપર 6 શખ્સનો લાકડી વડે હુમલો

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બારણું ખખડાવી બહાર બોલાવી મારી નાખવાની ધમકી આપી

અમરેલીમાં ફતેપુર રોડ પર રહેતા એક યુવકને અહીં જ રહેતા છ શખ્સોએ તેને ઘર બહાર બોલાવી લાકડી વડે માર મારી ઈજા પહોંચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામાં અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

અહીં રહેતા સુનિલભાઈ ભુપતભાઈ રાઠોડ નામના યુવકે અમરેલી તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ સવારે ઘરે હતા ત્યારે વિજય ડાભી સોનુબેન ડાભી, મયુર ચાવડા, નિકુલ તેમજ મેરામભાઇ અને ધનજીભાઈ નામના શખ્સો તેના ઘરે ધસી આવ્યા હતા. અને લાકડી વડે માર મારી ઈજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી હતી.

જ્યારે વિજયભાઈ ધનજીભાઈ ડાભી એ વળતી નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના પત્ની મૈત્રી કરારથી રહેતા હોય સુનિલ ભુપતભાઈ રાઠોડ, સુરેશ ભુપતભાઈ તેમજ ચંપાબેન રાઠોડ અને કાળુભાઈ તેમજ અસ્મિતાએ બોલાચાલી કરી હતી તેમજ છરી બતાવી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે બંને પક્ષેથી ફરિયાદ નોંધ આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ બારૈયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...