પોલીસ તપાસ:બાલાપુરમાં ઝેરી દવાની અસર થતાં યુવકનું મોત, ખેતરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતી વેળાએ બન્યો બનાવ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બગસરા પોલીસમાં જાણ કરતા તપાસ હાથ ધરાઇ

બગસરા તાલુકાના બાલાપુરની સીમમા આવેલ ખેતરમા એક યુવાન જુવારના પાકમા જંતુનાશક દવાનો છંટકાવ કરી રહ્યો હતો ઝેરી દવાની અસર થતા તેનુ મોત થયુ હતુ. ઝેરી દવાની અસરથી યુવકના મોતની આ ઘટના બગસરા તાલુકાના બાલાપુરની સીમમા બની હતી. અહી રહેતા દિપકભાઇ ભરતભાઇ સાગઠીયા નામનો યુવાન પેાતાની વાડીએ જુવારના પાકમા જંતુનાશક દવાનો છંટકાવ કરી રહ્યો હતો.

આ દરમિયાન તેને ઝેરી દવા મોઢામા ઉડતા તેને ઉલટી ઉબકા થવા લાગ્યા હતા અને તેનુ ઝેરી દવાની અસર થતા મોત નિપજયું હતુ. બનાવ અંગે લાલજીભાઇ ભરતભાઇ સાગઠીયાએ બગસરા પોલીસ મથકમા જાણ કરી હતી. બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ એસ.આર.સભાયા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...