અમરેલીમાં જડેશ્વર શેરી નં-2મા રહેતા એક યુવકે માનસિક બિમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધુ હતુ. અમરેલીના જડેશ્વર શેરી નં-2મા રહેતા મનોજભાઇ કાંતીભાઇ ભડકોલીયા (ઉ.વ.38) નામના યુવાનને માનસિક બિમારી હોય કંટાળી જઇ તેણે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
બનાવ અંગે રઘુભાઇ માંગરોળીયાએ અમરેલી સીટી પોલીસ મથકમા જાણ કરી હતી. બનાવની વધુ તપાસ એએસઆઇ પ્રકાશભાઇ ચલાવી રહ્યાં છે. જયારે અન્ય એક ઘટનામાં અમરેલી તાલુકાના મોટા ભંડારીયામાં રહેતા અરવિંદભાઇ પ્રાગજીભાઇ કસવાળા નામનો યુવાન ગુંદાના ઝાડ પર ગુંદા પાડવા માટે ચડયો હતો. આ યુવાનનુ ઝાડ પરથી નીચે પડી જતા મોત નિપજયું હતુ. બનાવ અંગે મુકેશભાઇ ઠુંમરે અમરેલી તાલુકા પોલીસ મથકમા જાણ કરી હતી. વધુ તપાસ એએસઆઇ એસ.એમ.સોલંકી ચલાવી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.