આપઘાત:રામગઢમાં માલગાડી હેઠળ ઝંપલાવી યુવકનાે આપઘાત

અમરેલી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માનસિક બિમારી હાેય ભર્યું અંતિમ પગલું

સાવરકુંડલા તાલુકાના રામગઢમા રહેતા અેક યુવકે અહીની સીમમા અાવેલ રેલવે ટ્રેક પર ટ્રેન હેઠળ ઝંપલાવી અાપઘાત કરી લીધાે હતાે. પાેલીસ સુત્રાેમાથી જાણવા મળતી વિગત અનુસાર અહી રહેતા નરેશભાઇ મગનભાઇ બાેરડ નામના યુવકને ઘણા લાંબા સમયથી માનસિક બિમારી હાેય સારવાર કરાવવા છતા સારૂ થયુ ન હતુ. નરેશભાઇ અવારનવાર ઘરેથી ચાલ્યા જતા હતા અને બે કે ત્રણ દિવસે ઘરે પરત અાવતા હતા.

નરેશભાઇઅે રાત્રીના અગિયારેક વાગ્યે રામગઢની સીમમા અાવેલ રેલવે ફાટક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી અાપઘાત કરી લીધાે હતાે. બનાવ અંગે મગનભાઇ બાલુભાઇ બાેરડે સાવરકુંડલા પાેલીસ મથકમા જાણ કરી હતી. બનાવની વધુ તપાસ અેઅેસઅાઇ વાય.જી.રાઠાેડ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...