મારમાર્યાની ઘટના:સાવરકુંડલાના ભોકરવામાં યુવક પર કુહાડી વડે હુમલો, ચાર શખ્સોએ મારી નાખવાની ધમકી આપી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સાવરકુંડલા તાલુકાના ભોકરવામા રહેતા એક યુવકને ચાર શખ્સોએ કુહાડી વડે મારમારી ઇંટોના છુટા ઘા કરી ઇજા પહોંચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા સાવરકુંડલા તાલુકા પેાલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. યુવકને મારમાર્યાની આ ઘટના ભોકરવામા બની હતી. અહી રહેતા રમેશભાઇ ભાયાભાઇ કાવઠીયા (ઉ.વ.30) નામના યુવાને સાવરકુંડલા તાલુકા પેાલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના પત્ની જયશ્રીની અશ્વિન ભટુભાઇ કાવઠીયાએ એક મહિના પહેલા મશ્કરી કરી હોય જેની વાત સગા સંબંધીમા કરતા તેનુ મનદુખ રાખી અશ્વિન અને અરવિંદ તેમજ દિલુ અને ભટુભાઇએ બોલાચાલી કરી હતી.

અશ્વિને ઉશ્કેરાઇ જઇ કુહાડીનેા એક ઘા માથામા માર્યો હતેા. તેમજ અન્ય શખ્સોએ ગાળો આપી ઇંટોના છુટા ઘા મારી ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ જે.જી.બગડા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...