ધમકી:કચરો નાખવા મુદ્દે યુવક પર કુહાડી પાઇપ વડે હુમલો

અમરેલી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4 શખ્સે મારી નાખવાની ધમકી આપી

સાવરકુંડલા તાલુકાના નાળમા રહેતા એક યુવકને અહી જ રહેતા ચાર શખ્સોએ કચરો નાખવા મુદે બોલાચાલી કરી કુહાડી, પાઇપ અને લાકડી જેવા હથિયારથી મારમારી ઇજા પહોંચાડી ધમકી આપતા તેણે આ બારામા વંડા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

અહી રહેતા જીવરાજભાઇ ખીમાભાઇ ખુમાણ (ઉ.વ.35) નામના યુવાને વંડા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેમના મકાનના સ્લેબનુ ચણતરનુ કામ પુરૂ થતા જમણવાર રાખ્યુ હોય અને તેમા વધેલ બગાડ અને કચરો તેની ઘરની બાજુમા આવેલ નેરામા નાખ્યો હતો.

જો કે કચરો નાખવા મુદે લીલીબેન રાણાભાઇ ખુમાણ, જેસીંગ રાણાભાઇ ખુમાણ, કાળુ રાણાભાઇ અને રાણા હમીરભાઇ નામના શખ્સોએ બોલાચાલી કરી કુહાડી, પાઇપ અને લાકડી જેવા હથિયારથી મારમારી ઇજા પહોંચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી પણ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...