વિવાદ:ધારીના હીમખીમડીપરામાં યુવક પર છરી વડે હુમલો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા મહિલાને ધક્કો મારી પછાડી દીધા

ધારીના હીમખીમડીપરામાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. અહી મહિલાને ધક્કો મારી પછાડી દીધા હતા. આ અંગે ધારી પોલીસ મથકમાં બે લોકો સામે ગુનો નોંધાયો હતો. ધારી પોલીસ મથકમાં હીમખીમડીપરામાં રહેતા રણજીતસિંહ ભગવતસિંહ સોલંકીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે લાલજી ચતુરભાઈ ઈટોલીયા અને સંજયભાઈ જીણાભાઈ ચાવડીયા બંને ઝગડો કરી ગાળો બોલતા હતા. ત્યારે જ્યોતીબેન જીતેન્દ્રસિંહ સોલંકી તથા જ્યોતિબેન દિલીપસિંહ ચુડાસમાએ તેમના ઘર પાસે ગાળો બોલવાની ના પાડી હતી.

લાલજી ઈટોલીયાને આ વાતથી ઉશ્કેરાઈ જઈ જ્યોતિબેન સોલંકીને ગાળો આપી ધક્કો માર્યો હતો. આ સમયે રણજીતસિંહ સોલંકી અને પ્રશાંતસિંહ મહિપતસિંહ સોલંકી વચ્ચે પડી તેમને સમજાવતા હતા. ત્યારે જ લાલજી તેમને ગાળો દેવા લાગ્યો હતો. એટલીવારમાં તો તેમનો ભાઈ રવિ ચતુરભાઈ ઈટોલીયા ત્યાં દોડી આવી મારા ભાઈને કેમ મારો છો કહી રણજીતસિંહ સોલંકીના પેટમાં છરી મારી દીધી હતી. આ અંગે ધારી પોલીસમાં ગુનો નોંધાતા પીઆઈ ડી.સી.સાકરીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...