તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:તમે દિવાલ પાડી નાખી તેના પૈસા આપવાના છે, કહિ યુવકને માર્યો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમરેલી તાલુકાના મોટા આંકડિયાની ઘટના

અમરેલીના માેટા અાંકડીયામા તમે દિવાલ પાડી નાખી છે તેના પૈસા અાપવાનુ કહી બે શખ્સાેઅે યુવકને પથ્થર વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. જયારે સાવરકુંડલાના પીઠવડીમા રહેતા અેક વૃધ્ધે ગાળાે બાેલવાની ના પાડતા અહી જ રહેતા અેક શખ્સે તેને ધમકી અાપતા મામલાે પાેલીસ ચાેપડે નાેંધાયાે છે.

યુવકને પથ્થર વડે મારમાર્યાની અા ઘટના અમરેલીના માેટા અાંકડીયામા બની હતી. અહી રહેતા પ્રજ્ઞેશભાઇ રવજીભાઇ ભવાણી (ઉ.વ.27) નામના યુવકે અમરેલી તાલુકા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે ભાદાભાઇ અને તેના પુત્રઅે તમે અમારી દિવાલ પાડી નાખી છે તેના પૈસા અાપવાના છે કહી ઢીકાપાટુનાે મારમારી તેમજ પથ્થર વડે ઇજા પહાેંચાડી હતી.

બનાવ અંગે અેઅેસઅાઇ અેચ.ટી.જીંજાળા તપાસ ચલાવી રહ્યાં છે.જયારે અન્ય અેક ઘટનામા સાવરકુંડલાના પીઠવડીમા રહેતા બઘાભાઇ કાળુભાઇ સરવૈયા (ઉ.વ.70) નામના વૃધ્ધે સાવરકુંડલા તાલુકા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે ગાળાે બાેલવાની ના પાડતા પ્રવિણ શ્યામજી મહિડા નામના શખ્સે તેને મારમારી મારી નાખવાની ધમકી અાપી હતી. બનાવની વધુ તપાસ હેડ કાેન્સ્ટેબલ અે.અાર.ગાેહિલ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...