તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:તું શું કામ પાેલીસ સ્ટેશનમાં ગયાે હતાે કહી યુવકને માર્યાે, બે શખ્સે મારી નાખવાની ધમકી પણ આપી

અમરેલી24 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

અમરેલીમા સાવરકુંડલા રાેડ પર ગુજકાે મીલ પાસે રહેતા અેક યુવકને અહી જ રહેતા બે શખ્સાેઅે તુ શુ કામ પાેલીસ સ્ટેશન ગયાે હતાે કહી બાેલાચાલી કરી મારમાર્યાે હતાે. તેમજ જાનથી મારી નાખવાની ધમકી અાપતા તેણે અા બારામા અમરેલી તાલુકા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે. અહી રહેતા અાકાશભાઇ ભરતભાઇ મકવાણા (ઉ.વ.21) નામના યુવકે અમરેલી તાલુકા પાેલીસમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે,

દેવચંદભાઇ, જયલાભાઇઅે તેની પાસે ધસી અાવી તારી બહેન મારા ભાઇ સાથે ભાગી ગઇ છે તુ શું કામ પાેલીસ સ્ટેશન ગયાે હતાે. તેમ કહી બાેલાચાલી કરી હતી.અા ઉપરાંત બંનેઅે ઉશ્કેરાઇ જઇ લાેખંડના પાઇપ વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ અાપી હતી. બનાવ અંગે અેઅેસઅાઇ જી.અેમ.જાેષી તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો