હુમલો:તું કે દિવસનો ધ્યાનમાં છો કહી યુવકને પાઇપ ફટકાર્યો

અમરેલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેદાનમાં બાકડા ગોઠવતી વખતે 2 શખ્સે માર માર્યો

અમરેલી તાલુકાના ગાવડકામા રહેતાે અેક યુવક મેદાનમા બાકડા ગાેઠવી રહ્યાે હતાે ત્યારે બે શખ્સાેઅે ધસી અાવી તેને પાઇપ વડે મારમારી ઇજા પહાેંચાડતા તેણે અા બારામા અમરેલી તાલુકા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.અહી રહેતા વિજયભાઇ કરશનભાઇ માધડ (ઉ.વ.20) નામના યુવકે અમરેલી તાલુકા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તે ખુલ્લા મેદાનમા બાકડા ગાેઠવી રહ્યાે હતાે ત્યારે રાેહિત પાસાભાઇ હેલૈયા નામના શખ્સે ત્યાં ધસી અાવી તુ કે દિવસનાે ધ્યાનમા છાે કહી લાેખંડના પાઇપ વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. તેમજ મયુર હેલૈયાઅે પણ લાકડી ફટકારી હતી.

જયારે રાેહિતભાઇ પાસાભાઇ હેલૈયાઅે વળતી નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે અાંબેડકર હાેલની ખુલ્લી જગ્યામા લાેકાે સફાઇ કરી રહ્યાં હતા ત્યારે તેને સફાઇ કરવાનુ કહેતા થાેડીવાર પછી અાવુ કહેતા કાૈશિક હિરાભાઇ માધડ અને વિજય કરશનભાઇ નામના શખ્સાેઅે બટકુ ભરી મારમારી ઇજા પહાેંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...