તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:તું મને ગમતી નથી કહી પતિએ પત્નીને માર માર્યાે

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજુલા તાલુકાના ખેરાળીમા રહેતા અેક મહિલાને તેના પતિઅે તુ મને ગમતી નથી કહી મારમારી ઇજા પહાેંચાડી હતી. તેમજ સાસુ, સસરા, નણંદે પણ કરિયાવર મુદે દુખત્રાસ અાપતા તેણે અા બારામા રાજુલા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે. મહિલાને મારમાર્યાની અા ઘટના રાજુલાના ખેરાળીમા બની હતી.

અહી રહેતા રવિનાબેન અશાેકભાઇ પરમાર નામની મહિલાઅે રાજુલા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના પતિઅે તુ મને ગમતી નથી કહી મારમારી ઇજા પહાેંચાડી હતી. અા ઉપરાંત સસરા છગનભાઇ હરીભાઇ પરમાર, સાસુ સમજુબેન, નણંદ મંજુબેન રમેશભાઇ તેમજ કાકાજી સસરા પાંચાભાઇઅે અવારનવાર ચડામણી કરી હતી. અા શખ્સાેઅે તુ તારા માવતરે જતી રહે કહી મેણાટાેણા માર્યા હતા. બનાવ અંગે અેઅેસઅાઇ અેન.બી.સિંધવ અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...