જર્જરિત ટાંકી ધરાશાયી:સાવરકુંડલાના જીરા ગામે વર્ષો જૂની જોખમી ટાંકી તોડી પડાઈ, લોકોએ રાહતનો શ્વાસ લીધો

અમરેલીએક મહિનો પહેલા
  • ટાંકી જર્જરિત હોવાને કારણે લોકો પર જીવનું જોખમ તોળાઈ રહ્યુ હતું

અમરેલી જિલ્લામાં સાવરકુંડલાના જીરા ગામમાં વર્ષો જૂની પાણીની ટાંકી હતી. જોકે, આ ટાંકી જર્જરિત હોવાને કારણે જોખમી બની હતી. તેમજ ટાંકીની નીચે પશું માટેનો અવેડો આવેલો છે. જેથી અહીં લોકો અને પશુની અવર-જવર રહેતી હોય સાથે વાડી વિસ્તારના મુખ્ય માર્ગ પાસે આ ટાંકી હોવાના કારણે જીવનું જોખમ તોળાઈ રહ્યું હતું. જેના કારણે ગ્રામજનો સરપંચ સહિતના લોકોએ આ ટાંકી તોડી દેવા માટે મંજૂરી માંગવામાં આવી હતી. જેથી ગ્રામજનોની માંગણી હોવાને કારણે ટાંકી પાડી દેવા માટે ગ્રામ પંચાયતને મંજૂરી મળી હતી. જેથી આ જર્જરિત ટાંકીને તોડી પાડવામાં આવી છે. જેને લઈ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

આ ટાંકી જર્જરિત થવાના કારણે તોડી પાડવાની મંજૂરી મળતા ગઈમોડી રાતે જીરા ગ્રામ પંચાયત દ્વારા જેસીબી જેવા વાહનોની મદદથી આ ટાંકી તોડી પડાઈ હતી. રાત્રે લોકોની અવર-જવર ઓછી હોય જેના કારણે રાત્રે ટાંકી તોડવામાં આવી હતી. વર્ષો જૂની ટાંકીમાં પાણી પણ ભરવામાં નથી આવતા તેવી ટાંકી ગામડામાં સૌથી વધુ જોવા મળી રહી છે. ખાસ કરી છેવાડાના ગામડામા પડતર જર્જરિત ટાંકી હજુ છે તે ખરા અર્થમાં ગ્રામજનોને કોઈ મદદ રૂપ થતી નથી મોટાભાગે ટાંકીમાં પાણી નથી હોતું સાવ ખાલી હોય છે.

અન્ય સમાચારો પણ છે...