વિધાનસભા સંગ્રામ 2022:કામનું ભારણ: ચૂંટણીમાં 700થી વધુ કર્મીઓની ઘટનો સામનો કરતું તંત્ર

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 2017ની ચૂંટણી કરતા 85,910 મતદારો વધ્યા પણ ગત ચૂંટણી કરતા સ્ટાફ 714 ઘટ્યો, આ વખતે 7725 કર્મી ફરજ બજાવશે
  • કર્મચારીઓ નિવૃત થાય છે પણ નવી ભરતી થતી ન હોય અમરેલી જિલ્લાનું વહિવટી તંત્ર મુશ્કેલીમાં

સમગ્ર અમરેલી જિલ્લાનુ તંત્ર વિધાનસભાની પાંચ સીટની ચુંટણી પ્રક્રિયામા કામે લાગેલુ છે. પરંતુ દરેક વિભાગ કર્મચારીઓની ઘટના વિકટ પ્રશ્નનો સામનો કરી રહ્યો છે. જેના કારણે અન્ય કર્મચારીઓ પર કામનુ ભારણ આવી રહ્યું છે. પાંચ વર્ષ પહેલા યોજાયેલી વિધાનસભાની ચુંટણી જેટલા કર્મચારીઓ જ હાલમા તંત્ર પાસે ઉપલબ્ધ નથી. જેના કારણે જેટલા છે તેટલા કર્મચારીઓથી કામ ચલાવવુ પડી રહ્યું છે.

વર્ષ 2017મા અમરેલી જિલ્લામા યોજાયેલી વિધાનસભાની પાંચ બેઠકોની ચુંટણી પ્રક્રિયા પુર્ણ કરાવવામા 8439 કર્મચારીઓનો ઉપયોગ કરવામા આવ્યો હતો. હાલમા જિલ્લાના વહિવટી તંત્ર પાસે આ વખતની ચુંટણી માટે આટલા કર્મચારીઓ ઉપલબ્ધ નથી. આ વખતની ચુંટણીમા કુલ 7725 કર્મચારીઓ પોતાની ફરજ બજાવશે. આમ ગયા વખતની ચુંટણીમા ફરજ બજાવનારા કર્મચારીઓની સરખામણીમા આ વખતની ચુંટણીમા 714 કર્મચારીઓની સીધી ઘટ દેખાઇ રહી છે.

સૌથી મહત્વની વાત એ છે કે ગત ચુંટણી કરતા આ વખતે મતદારોની સંખ્યા પણ વધી છે. જેના કારણે સ્વાભાવિક રીતે જ કામગીરીનુ ભારણ વધે. 2017મા જિલ્લામા કુલ 11.73 લાખ મતદારો હતા. જયારે આ વખતની 2022ની ચુંટણીમા 12.59 લાખ મતદારો છે. ચુંટણી ફરજમા રોકાયેલા કર્મચારીઓને જેમ મતદારોની સંખ્યા વધે તેમ કામનુ ભારણ પણ વધે છે. ચુંટણી ફરજમા મહેસુલી તંત્ર ઉપરાંત પંચાયત અને અન્ય અનેક વિભાગના કર્મચારીઓને ફરજ સોંપવામા આવે છે.

કલેકટર તંત્રમા તો કર્મચારીઓની ઘટ છે જ. પંચાયત વિભાગમા પણ કર્મચારીઓની મોટી ઘટ છે. દર વર્ષે મોટી સંખ્યામા કર્મચારીઓ નિવૃત થઇ જાય છે. પરંતુ સરકાર દ્વારા તેટલી સંખ્યામા કર્મચારીઓની ભરતી કરવામા આવતી નથી. જેના કારણે પાંચ વર્ષમા આ પ્રકારની ઘટ સ્પષ્ટ રીતે ઉભરીને સામે આવી છે. પાછલા બે વર્ષમા જિલ્લામા શિક્ષકોની મોટાભાગની જગ્યા પુરી દેવાઇ છે. તેના કારણે કર્મચારીઓની ઘટ થોડી ઓછી થઇ છે અન્યથા ચુંટણી પ્રક્રિયા વધુ મુશ્કેલ બની જાત.

ભાજપ કોંગી, આપના ઉમેદવારો આજે અંતિમ દિવસે ફોર્મ ભરશે
અમરેલી : અમરેલી જિલ્લાની પાંચ સીટ માટે આવતીકાલે 14મી તારીખે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. ત્યારે મોટાભાગના ઉમેદવારો અંતિમ દિવસે ફોર્મ ભરવાના હોય તમામ પ્રાંત કચેરીઓમા ધસારો જોવા મળશે. અમરેલી જિલ્લામા ભાજપના એકપણ ઉમેદવારે હજુ સુધી ફોર્મ ભર્યુ નથી. જેથી ભાજપના પાંચેય ઉમેદવાર આવતીકાલે અંતિમ દિવસે ફોર્મ રજુ કરશે. જયારે કોંગ્રેસમાથી સાવરકુંડલા અને લાઠીના ઉમેદવારે ફોર્મ ભરી દીધુ છે. બાકીના ત્રણ ઉમેદવારો પણ આવતીકાલે જ ફોર્મ ભરવાના છે. આમ આદમી પાર્ટીના પણ બે ઉમેદવારે ફોર્મ ભર્યુ છે.

જયારે ત્રણ ઉમેદવાર સોમવારે ફોર્મ ભરશે. ધારી સીટ માટે કુલ 57 ફોર્મ ઉપડયા છે પણ માત્ર 3 ફોર્મ ભરાયા છે. જયારે રાજુલા સીટ માટે 80 ફોર્મ ઉપડયા છે. અને માત્ર 2 ફોર્મ ભરાયા છે. સાવરકુંડલા સીટ માટે 60 ફોર્મ ઉપડયા છે અને અત્યાર સુધીમા 5 ફોર્મ ભરાયા છે.

અન્ય સમાચારો પણ છે...