નિર્ણય:શ્રમયાેગીઓને મતદાન માટે સવેતન રજા અપાશે

અમરેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ સંસ્થા દ્વારા એક અધિકારી,કર્મીને નોડલ ઓફિસર તરીકે નિમણુંક કરાશે

શ્રમયોગીને તેમના મતાધિકારના ઉપયોગ માટે સવેતન રજા આપવા વિવિધ સંસ્થા દ્વારા એક અધિકારી કર્મચારીને નોડલ ઓફિસર તરીકે નિમણુંક કરવામાં આવશેે.વિધાનસભા સામાન્ય ચૂંટણી દરમિયાન ચૂંટણીલક્ષી વિવિધ પ્રવૃત્તિઓ શરુ છે. જિલ્લામાં શ્રમયોગીને કામે રાખતી જુદી-જુદી સંસ્થાઓમાં રાજયના કાર્યરત તમામ શ્રમયોગીઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે વિવિધ સંસ્થા દ્વારા એક અધિકારી કર્મચારીને નોડલ ઓફિસર તરીકે નિમણુંક કરવામાં આવશે.

વિધાનસભા સામાન્ય ચૂંટણી પરત્વે જે-તે સંસ્થા કે ઔદ્યોગિક એકમમાં કાર્યરત હોય તેવા તમામ શ્રમયોગીઓ કોન્ટ્રાકટ મારફત કાર્યરત શ્રમયોગી, રોજમદાર શ્રમયોગીને મતદાન કરવા માટે તેમને પરવાનગી આપવામાં આવશે. મતદાન દિવસે જે-તે સંસ્થાના શ્રમયોગી કર્મચારી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ખાસ રજા મંજૂર કરવામાં આવે છે અને કર્મચારીના પગારમાંથી કોઈપણ પ્રકારની કપાત કરવામાં આવતી નથી. વધુમાં આંતર જિલ્લા સ્થાળાંતરિત અમરેલી જિલ્લા સિવાયના અન્ય જિલ્લાના શ્રમયોગી કાર્યરત હોય તો તેમને પોતાના વતનમાં મતદાન કરી શકે તેમ હોય તો તેમને રજા આપી મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સંસ્થા દ્વારા નોડલ અધિકારી મારફતે સુનિશ્ચિત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...